સુરજકરાડી ગામના જેન્તીલાલ ધનજીભાઈ માવદિયાની મહિન્દ્રા મરન્જો કાર જેના રજી નં. જીજે-37-બી-9056 માં હતાં ત્યારબાદ તેઓ કચ્છ જખ્ખૌ મુકામે પાછુ જવા માગતા હતાં તેથી ડ્રાઈવરે દેવભૂમિ દ્વારકા કલેકટર ડ્રાઈવર તેમજ તેના સગા કચ્છ (જખ્ખૌ) બંદરેથી નિકળેલા અને સવારે પીપડી ચાર રસ્તેથી આમરણ વચ્ચે અચાનક એક કુતરુ વચ્ચે આવી જતાં ડ્રાઈવર દ્વારા સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી પલ્ટી મારી ગઈ હતી જેમાં ડ્રાઈવર જાવેદને સાધારણ ઈજા થયેલ અને ડ્રાઈવર જાવેદ દ્વારા સીટ બેલ્ટ બાંધેલ હોય તેમજ એરબેગ ખુલ્લી જવાથી ડ્રાઈવરને કોઈ વધારે ઈજા થયેલ નહીં. જેમાં કાર ટોટલલોસ થઈ હતી અને આ સદરહુ કારમાં ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ હોવાથી અતુલ ઓટોમેટીવ્સ વર્કશોપમાં આ સદરહુ કારને મોકલાવેલ હતી અને ત્યારબાદ અરજદારે વિમા કંપનીને ફોન દ્વારા અવાર નવાર જાણ કરેલ હતી. પરંતુ વિમા કંપનીના સર્વેયર અરજદાર તેમજ ડ્રાઈવરનું નિવેદન લેવા આવેલ.
સર્વેયરે કહેલ કે, તમારો વિમો મંજુર થઈ જાશે અને સર્વેયરે સહી કરી આપવા જણાવ્યું હતું. અરજદાર વાણંદનું કામ કાજ કરતાં હોય તેથી કાયદાકીય જાણ ન હોય. વિમા કંપનીને સર્વેયરે કોઇ સાચુ ઈન્વેસ્ટીગેશન કરેલ ન હોય અને પોતાની કામગીરી બતાડવા ખોટું નિવેદન લઇ ખોટું અર્થઘટન કરેલ છે. તેમજ ટેકસી તરીકે ઉપયોગ કરતા હોય તેવા કોઇ આધાર પુરાવા મેળવેલ ન હોય તેમજ કોઇ ટેકસીનો ધંધો કરતા હોય તેમજ કોઇપણ વ્યકિતઓના નિવેદન કે બિલો ન હોય તેમ છતાં કોઇ આધાર પુરાવા ઈન્વેસ્ટીગેશનમાં રજુ કરેલ ન હોય. અને ખોટા નિવેદનો ઉભા કરી ખોટી રીતે સહિઓ લઇ પોતાની કામગીરી બતાડવા ખોટું ઈન્વેસ્ટીગેશન કરેલ છે. જેના આધારે વિમા કંપનીએ ખોટી રીતે કલેઈમ નામંજૂર કરેલ છે. તેમજ અરજદારે કંપનીમાં વિમો લીધેલ ત્યારે ફુલ વિમો લીધેલ હોય તેનું સંપૂર્ણ પ્રીમીયમ ભરેલ હોય તેમ છતાં વિમા કંપનીએ નામંજૂર કરેલ છે તેથી અરજદારે જામનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ સેવાકીય ખામી હોય તે અંગે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ગ્રાહક સુરક્ષા ફોરમમાં પુરાવાઓ તેમજ દલીલો ધ્યાને લઇ અરજદારને કાર ડેમેજના રૂા.8,48,344 નુકસાન પેટે તેમજ તે રકમ પર અરજીની તારીખથી 7 ટકા વળતર વાર્ષિક તેમજ માનસિક ત્રાસ તેમજ આઘાતના રૂા.5000 તેમજ ફરિયાદના ખર્ચના રૂા.3000 દિવસ 30 ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેમાં ફરિયાદી તરફે વકીલ જયેન્દ્ર એચ. ચોકસી તથા મહેન્દ્રસિંહ જી. જાડેજા વકીલ એન્ડ નોટરી રોકાયેલા હતાં.