જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના વર્તમાન હોદ્ેદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો પૂર્વ હોદેદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ચેરીટી કમિશનરને રજૂઆત કરાઇ હતી. જેને લઇને ચેરીટી કમિશનર અમદાવાદ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાવવા ચેરીટી કમિશનર જામનગરને સૂચના આપી છે.
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના હાલના હોદ્ેદારો દ્વારા બોગસ બિલિંગ, નાણાકીય ગેરરીતિ તેમજ મનઘડત રીતે વહીવટ કરી ઉદ્યોગકારો પર 1.5થી બે કરોડનું ખોટી રીતે ભારણ ઉભુ કર્યાનું એસો.ના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ચાંગાણી તથા પૂર્વમંત્રી દિલીપ ચંદરીયા દ્વારા આક્ષેપ કરી ચેરીટી કમિશનર અમદાવાદને અરજી કરી હતી. જેને ધ્યાને લઇ ચેરીટી કમિશનર અમદાવાદ દ્વારા આ બાબતે નિરિક્ષકની નિમણૂંક કરી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા જામનગરના મદદનિશ ચેરીટી કમિશનરને સૂચના આપી છે. તેમજ તપાસ અંગે ઘટતી કાર્યવાહી કરી કાર્યવાહીની જાણ અરજદાર એવા પૂર્વ હોદેદારો ને જાણ કરવા પણ જણાવાયું છે.