જામનગરમાં આજરોજ મહિલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે ફરીવખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાંધણ ગેસના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને લઇ આજરોજ વરસતા વરસાદ વચ્ચે જામનગર કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે રાંધણ ગેસના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. તેમજ મોદી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, મહિલા કોંગ્રેસ અગ્રણી રંજનબેન ગજેરા સહિતના કોંગ્રેસના મહિલા કાર્યકરોએ પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.