Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગૃહરાજયમંત્રીની મુદે સંસદમાં વિપક્ષો આક્રમક

ગૃહરાજયમંત્રીની મુદે સંસદમાં વિપક્ષો આક્રમક

રાહુલ ગાંધીએ લોકસભામાં રજૂ કર્યો સ્થગન પ્રસ્તાવ

- Advertisement -

લખીમપુર ખીરી કાંડમાં ગઈકાલે ખાસ તપાસ ટીમના રીપોર્ટના પગલે હવે કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાને બરખાસ્ત કરવાનું દબાણ વધી ગયું છે. આજે સંસદમાં આ મુદ્ે વિપક્ષો આક્રમક બન્યા છે. રાહુલ ગાંધીએ પણ ગૃહરાજયમંત્રીની બરખાસ્તગીની માંગ કરી સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો બીજી તરફ ઉતરપ્રદેશ વિધાનસભા સત્રના આજે પહેલાં દિવસે ત્યાં પણ લખીમપુર ખીરી કાંડ ગાજયો હતો. સપા અને કોંગ્રેસે આ મુદે જોરદાર હંગામો કરી ગૃહરાજયમંત્રીની હકાલપટ્ટીની માંગણી કરી હતી.

- Advertisement -

બીજી તરફ આજે તૃણમુલ કોંગ્રેસ પક્ષે આ મુદે રાજયસભામાં ખાસ ચર્ચા માટે સભામોકુફીની દરખાસ્ત આપી છે અને બન્ને ગૃહોમાં મિશ્રાના રાજીનામા માટેની માંગ પર ધમાલ નિશ્ર્ચિત બની જશે તો બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના વડા રાકેશ ટિકેતે પણ આજે ગાજીપુર સરહદે પહોંચીને મિશ્રાના રાજીનામાની માંગ કરી છે એવામાં સરકાર આ મુદો રાજયને સંદર્ભનો છે તેમ કહી ચર્ચા નકારી શકે છે અને તેની ધમાલ નિશ્ર્ચિત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular