Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગુલાબનગર શાક માર્કેટ વેચાણમાં કૌભાંડનો વિપક્ષનો આક્ષેપ

ગુલાબનગર શાક માર્કેટ વેચાણમાં કૌભાંડનો વિપક્ષનો આક્ષેપ

વિપક્ષી સભ્યો જેનબ ખફી તેમજ ધવલ નંદાએ વેચાણને ગેરકાયદે ગણાવી એજન્ડા મોકૂફ રાખવા માંગણી કરી : સત્તાપક્ષ મચક આપવા તૈયાર ન જણાયો

- Advertisement -

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા ગુલાબનગર શાક માર્કેટના વેચાણના નિર્ણયને વિપક્ષી સભ્ય ગેરકાયદે ગણાવ્યો. વિપક્ષી સભ્ય જેનબબેન ખફી તથા ધવલ નંદા આ વેચાણમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી વેચાણ સંબંધી એજન્ડાને મોકૂફ રાખવા જામ્યુકોની સામાન્ય સભામાં માંગણી કરી છે.
મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને આજે ટાઉનહોલમાં જામ્યુકોની સામાન્ય સભા યોજાઇ હતી. નવનિયુક્ત કમિશનર વિજય ખરાડીની આ પ્રથમ સામાન્ય સભા હતી. આજની સભામાં ફાયર સ્ટેશન ઓફિસરની લાયકાત સુધારવા તેમજ ફાયરમેન કમ ડ્રાઇવરની જગ્યાનું નામ બદલવા સ્થાયી સમિતિમાં કરવામાં આવેલા નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત વધારવામાં આવેલી રિબેટ યોજનાની મુદ્ત તેમજ બ્રુક બોન્ડાવાળી જગ્યા કોર્ટ સંકુલ માટે ફાળવવામાં આવતાં આ જગ્યાનું રિર્ઝવેશન રદ્ કરવા અંગેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કારખાના લાયસન્સ ફીની બાકી રોકાતી રકમ પરની પેનલ્ટીમાં 100 ટકા માફી આપવાના નિર્ણયને પણ બહાલી આપવામાં આવી હતી.
આજની સામાન્ય સભામાં વિવાદો મુદ્ો ગુલાબનગર શાકમાર્કેટના વેચાણનો રહ્યો હતો. જામ્યુકોના આ નિર્ણય સામે વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવી આ વેચાણમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફીએ સામાન્ય સભામાં કમિશનરને પત્ર પાઠવી શાક માર્કેટ વેચાણનો એજન્ડા મોકૂફ રાખવા તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેમણે બોર્ડમાં જણાવ્યું હતું કે, જે જગ્યા જામનગર મહાપાલિકા વેચી રહી છે. તે જગ્યા તેમની માલિકીની છે જ નહીં! આ જગ્યા આજસુધી રાજ્ય સરકારના નામે છે. જેને મહાપાલિકાના નામે કરવા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં જ્યારે અહીં શાક માર્કેટ ઉભી કરવામાં આવી તેમજ જ્યારે તેનું વેચાણ કરવામાં આવ્યું ત્યારે જામ્યુકો દ્વારા સરકાર કે કલેકટરની કોઇ જ મંજૂરી લેવામાં આવી નથી. એટલું જ નહીં જામ્યુકોના સીટી ઇજનેરે શાક માર્કેટ વેચાણની પ્રક્રિયા કમિશનરને અંધારામાં રાખીને કર્યો હોવાનો પણ કરવામાં આવ્યો છે. જેને વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે.
જેનબ ખફી ઉપરાંત અન્ય વિપક્ષી સભ્ય સુરેશ નંદાએ પણ આ મુદ્ે પ્રશ્ર્નો ઉઠાવી ગુલાબનગર શાક માર્કેટ વેચાણના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમજ આ નિર્ણય સત્તાધારી પક્ષની બિલ્ડરો સાથેની સાઠગાંઠને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular