Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયઓપરેશન કાવેરી : સુદાનથી વતન પહોંચ્યા 360 ભારતીયો

ઓપરેશન કાવેરી : સુદાનથી વતન પહોંચ્યા 360 ભારતીયો

પહેલી ફલાઇટ દિલ્હી પહોંચતા જ એરપોર્ટ પર લોકોએ ‘ભારત માતા કી જય’ના લગાવ્યા નારા

- Advertisement -

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સુદાનમાં સ્થિતિ વણસી છે. લગભગ 3000 ભારતીયો અહીં ફસાયેલા છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારે ’ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. આ અંતર્ગત બુધવારે રાત્રે 360 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી ગઈ હતી. એરપોર્ટ પર પહોંચતા જ લોકોએ ભારત માતા કી જય, ભારતીય સેના ઝિંદાબાદ, પીએમ નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

- Advertisement -

સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, “ભારત સરકારે અમને ઘણો સાથ આપ્યો. મોટી વાત એ છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા કારણ કે આ ખૂબ જ ખતરનાક હતું. હું પીએમ મોદી અને ભારત સરકારનો આભાર માનું છું.” જ્યારે ભારતીય નાગરિક સુરેન્દ્ર સિંહ યાદવે કહ્યું, “હું એક IT પ્રોજેક્ટ માટે ત્યાં ગયો હતો અને ત્યાં ફસાઈ ગયો હતો. એમ્બેસી અને સરકારે પણ ઘણી મદદ કરી હતી. જિદ્દાહમાં લગભગ 1000 લોકો હાજર છે. સરકાર ઝડપથી લોકોને ત્યાંથી બહાર કાઢી રહી છે.” વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા લોકોના ફોટા શેર કરતા ટ્વિટ કર્યું – ભારત પોતાના લોકોના પરત આવવાનું સ્વાગત કરે છે. જિદ્દાહ છોડતા પહેલા વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને પ્લેનની અંદર મુસાફરોનો એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને પરત લાવવાનો સંકલ્પ કર્યો છે. ઓપરેશન કાવેરી હેઠળ, પ્રથમ ફ્લાઇટ 360 ભારતીય નાગરિકો સાથે ઘરે પહોંચી. આ નાગરિકોને ’આઈએનએસ સુમેધા’થી પોર્ટ સુદાન અને ત્યાંથી સાઉદી અરેબિયાના જિદ્દાહ લાવવામાં આવ્યા હતા. આ પછી તેમને ત્યાંથી નવી દિલ્હી લાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular