Monday, January 12, 2026
Homeરાજ્યહાલારઓપરેશન ડિમોલીશન: દ્વારકા જિલ્લાના ટાપુઓ ગેરકાયદેસર દબાણથી મુક્ત કરાયા

ઓપરેશન ડિમોલીશન: દ્વારકા જિલ્લાના ટાપુઓ ગેરકાયદેસર દબાણથી મુક્ત કરાયા

દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જેમાં 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસ દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે. આ ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા, ધોરીયો, ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવ્યા છે.

આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા? તે બાબતે તંત્ર દ્વારા વિવિધ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular