Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક (લાડુ) સ્પર્ધા યોજાઇ - VIDEO

ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક (લાડુ) સ્પર્ધા યોજાઇ – VIDEO

ભાઇઓમાં નવ લાડુ ખાનાર નવિનભાઇ, મહિલાઓમાં સાત લાડુ ખાનાર પદ્મીનીબેન તથા બાળકોમાં ચાર લાડુ ખાનાર નક્શ પ્રથમ ક્રમે વિજેતા : જામનગર બ્રહ્મ સોશિયલ ગૃપ દ્વારા સતત 16મા વર્ષે આયોજન

જામનગર શહેરમાં દોઢ દાયકાથી દર વર્ષે ગણેશચતુર્થીના પાવન દિવસે જામનગર બ્રહ્મ સોશિયલ ગૃપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક (લાડુ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોમાં ચાર લાડુ ખાનાર તથા મહિલાઓમાં સાત લાડુ ખાનાર મહિલા અને ભાઇઓમાં નવ લાડુ ખાનાર પ્રથમ વિજેતા થયા હતા.

- Advertisement -

મળતી વિગત મુજબ જાામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગૃપ દદ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક (લાડુ) સ્પધાનું આયોજન કરવામાાં આવે છે. આ વરસે 2025માં પણ મોદક સ્પર્ધાનું આયોજન આજે ગણેશ ચતુર્થીના દિવસે જામનગર વિશા શ્રીમાળી સોની સમાજમાં કરવામાં આવ્યું હતું. આ આયોજન જામનગર બ્રહ્મ સોશિયલ ગૃપના પ્રમુખ કીર્તિભાઇ કલ્યાણી, પ્રોજેક્ટ ચેરમેન દીપાલીબેન પંડયા, મંત્રી મનિષભાઇ રાવલ સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જામનગર ડિસ્ટીક કો ઓપ. બેન્કના ચેરમેન જીતુભાઇ લાલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ લાડુ સ્પર્ધામાં બાળકોના વિભાગમાં નક્શ હરેશભાઇ હિંડોચા ચાર લાડુ સાથે પ્રથમ ક રમે અને દ્વિતીય ક્રમે રિષિત વિપુલભાઇ આચાર્ય 3 લાડુ સાથે, 3જા ક્રમે વ્યોમ ધવલભાઇ વ્યાસ બે લાડુ સાથે વિજેતા થયા હતા.

- Advertisement -

મહિલાઓના વિભાગમાં સાત લાડુ ખાનાર પદ્મીનીબેન ગજેરા પહેલા ક્રમે અને 6 લાડુ ખાનાર પેમીલાબેન વોરા અને પાંચ લાડુ ખાનાર જાગૃતિબેન 3જા ક્રમે વિજેતા રહ્યાં હતા.

ભાઇઓના વિભાગમાં નવ લાડુ ખાનાર નવિનભાઇ હમીરભાઇ મકવાણા પ્રથમ ક્રમે વિજેતા, આઠ લાડુ ખાનાર જેઠાભાઇ ગોહિલભાઇ રાઠોડ બીજા ક્રમે, સાત લાડુ ખાનાર શૈલેષભાઇ ગોવિંદભાઇ વૈષ્ણવ તૃતિય ક્રમે વિજેતા થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular