ભારતીય લશ્કરમાં જોડાઈને ઉજ્જવળ અને ગૌરવશાળી કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ભારતીય વાયુ સેના દ્રારા આગામી તા.28/03/2024 થી તા.05/04/2024 દરમિયાન ઓપન રેલીનું લાલ પરેડ ગ્રાઉન્ડ, ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે આયોજન કરવામાં આવશે.
ભારતીય સેનામાં જોડાવા માંગતા ફક્ત પુરુષ ઉમેદવારો કે જેમનો તારીખ 24/06/2000 થી તારીખ 24/06/2007 (આ બન્ને તારીખ સહિત) દરમિયાન જન્મ થયો હોય, ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ પાસિંગ સાથે 50% માર્ક્સ અથવા ડિપ્લોમા/બી.એસ.સી. ફાર્મસી પાસિંગ સાથે 50% માર્ક્સ હોવા જરૂરી છે. જામનગર જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ તમામ જરૂરી અસલ પ્રમાણપત્રો અને તેની નકલ સાથે રાખવી આવશ્યક રહેશે.
ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આગામી તા.31/03/2024 ના રોજ અને ડિપ્લોમા અથવા બી.એસ.સી. પાસ ઉમેદવારો માટે આગામી તા.03/04/2024 ના રોજ સવારે 06:00 કલાકે ઓપન રેલીના સ્થળે સમયસર પહોંચી જવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે WWW.AIRMENSELECTION.CDAC.IN – આ વેબસાઈટ પરથી રેગ્યુલર અપડેટ્સ મેળવી શકાશે. તેમ મદદનીશ રોજગાર નિયામક સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.