Thursday, December 12, 2024
Homeઆંતરરાષ્ટ્રીયOpen AI એ ChatGPT Pro સબસ્ક્રીપ્શન લોન્ચ કર્યુ

Open AI એ ChatGPT Pro સબસ્ક્રીપ્શન લોન્ચ કર્યુ

- Advertisement -

Open AI એ તેનું ChatGPT Pro સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યુ છે. આ સબસ્ક્રીપ્શન પ્લાનમાં વપરાશકર્તાઓને 01 LLM ની એકસેસ મળે છે. જે કંપનીનું સૌથી અદ્યતન AI મોડેલ છે. આ AI મોડલ મુશ્કેલ અને જટિલ કાર્યોને પણ સરળતાથી હલ કરી શકે છે. તે ઉચ્ચસ્તરીય તર્ક સાથે સંકળાયેલા કાર્યો પણ સરળતાથી કરી શકે છે.

- Advertisement -

ChatGPT Pro એ પેઈડ સબસ્ક્રીપ્શન ટીયર છે. જેના માટે વપરાશકર્તાઓએ દર મહિને $200 અંદાજે રૂા.17 હજાર ખર્ચવા પડશે. આ પ્લાન ભારત સહિત વિશ્વના અન્ય પ્રદેશોમાં પણ ઉપલબ્ધ છે. આ સબસ્ક્રીપ્શન OpenAI 01, o1mini, GPT-40 અને અદ્યતન વોઇસની એકસેસ પ્રદાન કરે છે. આ સબસ્ક્રીપ્શનમાં ખાસ 01 ની મોડની એકસેસ મળશે. જે અત્યંત કોમ્પ્યુટરીંગ પાવર સાથે આવે છે. આ મોડેલ ડેટા સાયન્સ, પ્રોગ્રામિંગ અને કેસલો એનાલિસિસ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડલ GPT-40 કરતા વધુ પાવરફુલ છે. જે અત્યાર સુધીનું સૌથી એડવાન્સ AI મોડલ મનવામાં આવતું હતું.

જ્યારે કોઇ પ્રશ્ર્નોનો જવાબ આપવામાં આવે ત્યારે ChatGPT હવે નવો પ્રોગ્રેસ બાર બતાવશે. જો કે, ધીમો પ્રોેસેસીંગ સમય ખામી જેવું લાગે છે. Open AI નું નવું AI મોડલ શકિતશાળી છે. કંપનીનું કહેવું છે કે, Chat GPT સબસ્ક્રીપ્શનથી સંશોધકો, એન્જીનિયરો અને અન્ય લોકોને ફાયદો થશે. જેઓ સંશોધન માટે બુધ્ધિમતા ઈચ્છે છે આ તેમને દૈનિક ઉત્પાદકતામાં વધારો કરશે. તેના AI ના સંપૂર્ણ સંસ્કરણની વિશેષતાઓ વિશે વાત કરતી વખતે Open AI એ કહ્યું છે કે, પ્રતિશાદ જનરેટ કરવામાં 01 અન્ય મોડલ કરતા ઝડપી છે. તેની મદદથી તમે કોર્ડીંગ, ગણિત અને લેખન જેવા કાર્યો સરળતાથી કરી શકશો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular