Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય15મીથી ગ્રાહક કોર્ટોમાં ઓનલાઈન સુનાવણી

15મીથી ગ્રાહક કોર્ટોમાં ઓનલાઈન સુનાવણી

- Advertisement -

ગ્રાહકોને હવે ઓનલાઈન ફરિયાદની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયે દેશભરની ગ્રાહક અદાલતોને 15મી એપ્રિલથી ઓનલાઈન સુનાવણી કરવાની સુચના આપી છે. ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા સુનાવણી માટેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.

- Advertisement -

ઓનલાઈન સુનાવણી પ્રક્રિયાથી વિવિધ ફરિયાદોના કિસ્સામાં ઓનલાઈન સુનાવણીથી ગ્રાહકોને સરળતા રહેશે. સમય અને ખર્ચ પણ બચશે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચ બે કરોડથી વધુના દાવાઓના કેસ સંભાળે છે. રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચના હવાલે 50 લાખથી બે કરોડના દાવાના કેસ સોંપાય છે. જીલ્લા પંચ હસ્તક 50 લાખ સુધીના વળતર દાવાના કેસો હોય છે.

કેન્દ્રીય મંત્રાલયે રાષ્ટ્રીય પંચને એવી સૂચના આપી છે કે ગ્રાહક અદાલતો તેના સંકુલમાંથી જે હાઈબ્રીડ મોડમાં સુનાવણી કરે. નવો આદેશ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા પાયલોટ પ્રોજેકટ સ્વરૂપે ચાલુ રાખવામાં આવે. સંબંધીત તમામ પક્ષકારોને સુવિધાનો લાભ મળે તે માટે વિડીયો કોન્ફરન્સની સુવિધા આપવાની રહેશે. આ માટેની લીંક વકિલ કે પક્ષકારોને સીધી આપવાને બદલે ‘કોઝલીસ્ટ’માં રાખવા સુચવાયુ છે. રાષ્ટ્રીય પંચ સમક્ષ વિડીયો કોન્ફરન્સથી પેશ થનારા એડવોકેટ તથા ફરિયાદી-પક્ષકારોએ ફીઝીકલ કોર્ટના ધોરણે જ પ્રોટોકોલનુ પાલન કરવાનું રહેશે. અદાલત કોઈ પુછાણ ન કરે ત્યાં સુધી માઈક્રોફોન બંધ રાખવાના રહેશે. સુનાવણીમાં મોબાઈલ પણ સાઈલન્ટ મોડમાં રાખવા પડશે. કોઈ અવરોધ અથવા સુરક્ષાની ચિંતાના સંજોગોમાં સુનાવણીની સમીક્ષા કરીને યોગ્ય કદમ ઉઠાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular