ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ રસિકલાલ સામાણી નામના 36 વર્ષના વેપારી યુવાને થોડા સમય પૂર્વે ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા કોટા (રાજસ્થાન)ના દલવીર સીંગ બેનીવાલ નામના શખ્સ પાસેથી મીરર બ્લુ ટ્યુબ ફાઉન્ડેશન નામની કાચની તથા લાઇટિંગની ચાર નંગ ફ્રેમનો ઓર્ડર આપ્યો હતો.
આ ઓર્ડર માટે મનીષભાઈએ દલવીર સીંગને રૂ. 30,000 ગૂગલ પે મારફતે ચૂકવ્યા હતા. પરંતુ રાજસ્થાની શખ્સ દ્વારા મનીષભાઈને તેમના કમિટમેન્ટ મુજબનો માલ સામાન નહીં મોકલીને મનીષભાઈ તથા તેમની સાથે અન્ય એક વેપારી કેતનભાઈને વિશ્ર્વાસમાં લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420 તથા આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સાઈબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે.