દેશભરમાં મતદાર યાદીઓ અપડેટ થઇ રહી છે અને કેટલાય રાજ્યોમાં SIRની કામગીરી ચાલી રહી છે.
ત્યારે સાઇબર ગુનેગારો પણ તેનો લાભ લઇ રહ્યા છે.
એમપી સરકારે SIRના નામે છેતરપીંડી અંગે એક એડવાયઝરી જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં પણ આ કામગીરી ચાલુ હોય આપણે સાવધાન થઇ જવાની જરૂર છે.
સાયબર ગુનેહગારો ફોન, વોટ્સએપ અથવા SMS દ્વારા લોકોનો સંપર્ક કરે છે. BLOના નામે તમને કોલ કરી કહે છે કે તમારી SIRની ચકાસણી પૂર્ણ થઇ નથી અને તમારુ નામ યાદીમાંથી દૂર થઇ શકે છે.
ત્યારબાદ તેઓ તમારા નંબર પર એક ઓટીપી મોકલે છે અને કહે છે કે ઓટીપી શેર કરો જેથી ચકાસણી આગળ વધે.
અને ઓટીપી શેર કરતા જ તે તમારા ફોનનો ડેટા મેળવી શકે છે, તમારા ઇ-મેઇલ અને સોશિયલ મીડિયાને એકસેસ કરી શકે છે કે UPI અથવા બેંકીંગ એપ્લીકેશન રીસેટ કરી શકે છે.
ત્યારે સાવધાન ચૂંટણીપંચ ક્યારેય તમારી પાસે ઓટીપી માંગતું નથી.
View this post on Instagram
તે UPI બેંક વિતો માંગતું નથી.
તે લીંકના ઉપયોગથી ફોર્મ ભરવાનું કહેતા નથી તો મતદાર યાદીમાંથી નામ કાઢવાની ધમકી આપતા નથી.
આવા ફોન આવે તો ગભરાશો નહીં ફોન તરત જ કાપી નાખવો, તમારો ઓટીપી કે પાસવર્ડ કોઇ સાથે શેર ન કરવો.
અજાણી લીંક કે એપ્સ ખોલવી નહીં.
છેતરપીંડીના કિસ્સામાં 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરો


