Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમનપાને મળતી ઓનલાઇન ફરિયાદોનો નિકાલ ‘બારોબાર’ ન થવો જોઇએ

મનપાને મળતી ઓનલાઇન ફરિયાદોનો નિકાલ ‘બારોબાર’ ન થવો જોઇએ

એસએમએસમાં લિંક મોકલી ફીડબેક મેળવવું જરૂરી: નગરજનોનો મત

- Advertisement -

જામનગર સહિતની મહાનગરપાલિકાઓ ડીજીટાઇઝેશનના ભાગરૂપે લોકો પાસેથી ફરીયાદો ઓનલાઇન મંગાવે છે. પરંતુ લગભગ બધી જ ઓનલાઇન ફરિયાદનો નિકાલ પણ ઓનલાઇન એટલે કે, બારોબાર થઇ જતો હોય છે. જેને પરિણામે લોકોમાં મહાનગરપાલિકાઓ પ્રત્યે રોષ જોવા મળે છે. આ અંગે અવારનવાર લેખિત રજુઆતો થતી રહે છે. વિપક્ષ પ્રશ્નો ઉઠાવતો રહે છે. મહાનગરપાલિકાની ટીકાઓ થતી રહે છે. જોકે, તો પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓને કોઇ ફરક પડતો નથી. ખરેખર તો લોકો દ્વારા મેળવવામાં આવતી ઓનલાઇન ફરિયાદનો નિકાલ કઇ રીતે કરવામાં આવ્યો છે? ફરિયાદના નિકાલ સંદર્ભે મહાનગરપાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? વગેરે વિગતો મહાનગરપાલિકાએ ઓનલાઇન ફરિયાદ કરનાર નગરજનને એસએમએસ મારફત લીંક મોકલીને કરવી જોઇએ. આ પ્રકારના ફિડબેકથી કોઇ પણ નગરજન પોતાની ફરિયાદ પછીની પ્રક્રિયા જાણી શકે છે અને જો તેને સંતોષ ન થયો હોય તો તેઓ એસએમએસ મારફત કોર્પોરેશનને ફરી આ અંગે જાણ કરી શકે છે.

મોટાભાગની ફરિયાદોમાં કોર્પોરેશનના કોલ સેન્ટર દ્વારા ઓનલાઇન ફરિયાદ હલ થયાના મેસેજ મોકલી દેવામાં આવે છે. ખરેખર તો કમિશનર તથા મેયરે એટલે કે, શાસક પક્ષે આ માટે એસએમએસ લીંકની વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉપરાંત મહાનગરપાલિકાએ દૈનિક 50-100 જેટલાં નગરજનોને ફોન કરીને પૂછવું પણ જોઇએ કે, આપની ફરિયાદના નિકાલમાં આપને સંતોષ થયો છે કે કેમ? આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી હોય, મહાનગરપાલિકાઓએ લોકોના દિલ જિતવા પણ આ પ્રકારનો પ્રયોગ શરૂ કરવો જોઇએ. એવું ઘણાં બધા લોકો ઇચ્છી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular