Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆજ રાતથી આઠ કલાક બંધ રહેશે એસ.ટી.નું ઓનલાઇન બુકિંગ

આજ રાતથી આઠ કલાક બંધ રહેશે એસ.ટી.નું ઓનલાઇન બુકિંગ

- Advertisement -

એસટી બસની મુસાફરી કરતા પહેલા ઓનલાઈન ટિકિટ મેળવી લેજો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે રાતથી 8 કલાક સુધી ઓનલાઈન બુકિંગ બંધ રાખવાવામાં આવશે. ગુજરાત નિગમ દ્વારા આ અંગેની જાણ પહેલા કરી દીધી હતી.

- Advertisement -

ગુજરાતમાં દરરોજ લાખો મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. આ માટે ઘણા લોકો એસટીમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવીને ટિકિટ મેળવી લેતા હોય છે ત્યારે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે રાત્રે 11 કલાકથી આવતીકાલ સવારે 7 વાગ્યા સુધી એપ્લિકેશન મેન્ટેનન્સના કારણે ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવશે. મુસાફરોને વધુ સરળતા રહે તે માટે એપ્લિકેશનનું મેઈન્ટેન્સ તેમજ સોફ્ટવેરની ગતિ વધારવા માટે આજે ઓનલાઈન બુકિંગ થઈ શક્શે નહી. આ માટે નિગમ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. ઓનલાઈન બુકિંગ બંધ થવાથી મુસાફરોને મુશકેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતના મુસાફરો આજ રાતથી કાલ સવાર સુધી એસટીનું બુકિંગ કરાવી શક્શે નહી. જીએસઆરટીસીની એપ્લિકેશન અને એસટીની ઓનલાઈન વેબસાઈટ તથા બસ સ્ટેન્ડ પર ઓનલાઈન કાઉન્ટર પરથી એડવાન્સ ટિકિટ ઉપલબ્ધ થશે નહી. આ માટે જીએસઆરટીસીએ મુસાફરોની જાણકારી માટે પોતાની વેબસાઈટ પર નોટીફીકેશન પણ મુક્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular