Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

વિપુલ કાંતિલાલ દુદાણી પાસેથી જામનગરના વેપારી નિરવ ઇન્ટરનેશનલના માલિક લલીતભાઇ કાંતિલાલ ફોફરીયાએ ધંધાના વિકાસ માટે સંબંધદાવે હાથઉછીના રૂા. 14,00,000 લીધા હતાં અને જે અંગે અરસ-પરસ સમજૂતિનો તા. 4-8-14ના નોટરાઇઝડ કરાર થયો હતો. આ રકમની પરત ચૂકવણી માટે નિરવ ઇન્ટરનેશનલના માલિક લલીતભાઇ કાંતિલાલ ફોફરીયા દ્વારા આઇસીઆઇસીઆઇ બેંક લિ. સોલિટેર બિલ્ડીંગ, ચર્ચ સામે, એચડીએફસી બેંક લિ. જામનગરનો ચેક આપ્યો હતો. જે ચેક વિપુલ કાંતિલાલ દુદાણી દ્વારા પોતાના એચડીએફસી બેંક લિ. જામનગરના બેંક ખાતામાં ક્લિયરીંગ માટે રજૂ કરતાં નાણાંના અભાવે ચેક પરત ફરતા વિપુલ દુદાણી દ્વારા પોતાના વકીલ મારફત નોટીસ મોકલેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા ફરિયાદી દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગરના ચીફ જ્યુડી. મેજી. એમ.એમ. સોનીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા ફરિાયદીના વકીલની વિસ્તૃત દલીલ ધ્યાને લઇ આરોપી નિરવ ઇન્ટરનેશનલના માલિક લલીત કાંતિલાલ ફોફરીયાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 14,00,000નું વળતર ફરિયાદીને 30 દિવસમાં ચૂકવી આપવું તેવો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular