Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા

ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગર મુકામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વિજયસિંહ ભાવસિંહ ભટ્ટી પાસેથી તેમના પરિણીત મિત્ર એવા મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ભીવંડી ખાતે જે.કે. પાઇપના નામથી ધંધો કરતાં જયેશ રામજીભાઇ વિસરીયા સામે સંબંધદાવે હાથઉછીના રૂા. સાત લાખ લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે જયેશભાઇએ વિજયસિંહને રૂા. 7 લાખનો ધી નવાનગર કો.ઓપ. બેંક લિ. દરેડ શાખાનો ચેક આપ્યો હતો. તે ચેક વિજયસિંહએ પોતાનાથી નવાનગર કો.ઓપ. બેંક લિ.ના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે ચેક પરત વિજયસિંહએ વકીલ મારફત નોટીસ આપી હતી. તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા વિજયસિંહ દ્વારા જામનગરની અદાલતમાંથી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડી. ચીફ જ્યુ. મેજી. આર.બી. જોશીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી જે.કે. પાઇપના પ્રોપરાઇટર જયેશ રામજીભાઇ વિશરીયાને એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે ચેકની રકમ સાત લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે અને દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે અને આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રઘુવીરસિંહ કે. કંચવા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular