Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ટ્રાન્સપોર્ટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ડબલ રકમનો દંડ

જામનગરના ટ્રાન્સપોર્ટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ડબલ રકમનો દંડ

- Advertisement -

જામનગરમાં કોટક કોર્પોરેશન પાસેથી ઓરિએન્ટસ ટ્રાન્સપોર્ટના માલિક મુર્તુજા હૈદરઅલી અફઘાની દ્વારા તેમનાં ટ્રાન્સપોર્ટનાં વાહનોમાં ઉધારથી ડિઝલની ખરીદી કરવામાં આવી હતી અને તે મુજબ તેમની પાસેથી કોટક કોર્પોરેશને રૂા. 11,10,404 બીલ તથા લેઝર મુજબ લેવાના થતાં હતાં. જે બાકી લેણાંની માંગણી કરવામાં આવતાં ટ્રાન્સપોર્ટર દ્વારા રકમની ચૂકવણી માટે કોટક નામ જોગનો ચેક આપવામાં આવ્યો હતો. કોટક કોર્પોરેશન દ્વારા ચેક બેંકમાં ક્લિયરીંગમાં નાખતા મજકૂર ચેક અપુરતા ભંડોળને કારણે પરત ફરતાં કોટક કોર્પોરેશન દ્વારા તેમના વકીલ મારફત નોટીસ મોકલાવેલ હતી. જે નોટીસ બજી જવા છતાં ટ્રાન્સપોર્ટર મુર્તુજા હૈદરઅલી અફઘાની દ્વારા ચેક મુજબની રકમ ચૂકવવામાં આવેલ નહીં. જેથી કોટક કોર્પોરેશનના પાર્ટનર કે. કોટક દ્વારા જામનગરની અદાલતમાં ઓરિએન્ટલ ટ્રાન્સપોર્ટ તથા તેમના પ્રોપરાઇટર સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ફીરયાદ ચાલી જતાં ફરિયાદી દ્વારા પોતાની જુબાની ઉપરાંત બેંકના કર્મચારીની જુબાની પણ આપવામાં આવી હતી અને તે રીતે ફરિયાદીના વકીલ દ્વારા ફરિયાદપક્ષે કેસ સાબિત કરેલ અને સુપ્રિમકોર્ટ હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતાં. જે દલીલો તથા ચુકાદાઓ માન્ય રાખી જ્યુ. મેજી. દ્વારા આરોપી ઓરિએન્ટલ ટ્રાન્સપોર્ટના પ્રોપરાઇટર મુર્તુજા હૈદરઅલી અફઘાનીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 11,10,404ની રકમથી બમણી રકમ રૂા. 22,20,808નો દંડ કર્યો હતો. અને દંડની રકમ રૂા. 22,20,808 ફરિયાદીને ચૂકવી આપવાનો જો આરોપી દંડ ન ભરે તો વધુ 4 માસની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગૌરી તથા દિપક નાનાણી રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular