Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને 15 લાખનો દંડ

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને 15 લાખનો દંડ

ધિરાણ પેટે 15 લાખ મેળવ્યા બાદ ચેક રિટર્ન થતા અદાલત દ્વારા સજા

- Advertisement -

જામનગરમાં ગાંધીનગર રોડ પર રહેતા એક આસામીને રૂપિયા 15 લાખના ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવ્યો છે, અને એક વર્ષની જેલની સજા ફટકારી છે. જ્યારે 15 લાખ રૂપિયાના દંડ નો પણ હુકમ ફરમાવ્યો છે.

- Advertisement -

આ કેસની વિગત એવી છે કે જામનગરમાં લાલબંગલા સર્કલ પાસે રણજીતટાવરમાં રાજદીપ ફાઇનાન્સના નામથી વ્યવસાય કરતા યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા પાસેથી જામનગરમાં ગાંધીનગર રોડ પર હુશેની મંઝિલ પાછળ રહેતા અલ્તાફ ઈસ્માઈલભાઈ ચમડીયાએ રૂપિયા 15 લાખની અંગત કામ માટે જરૂરિયાત થતાં તે માટેનું ધિરાણ મેળવેલુ હતું.

જે ધિરાણની રકમ સામે અલતાફ ઈસ્માઈલભાઈ ચમડીયા એ રૂપિયા 15 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતાં નાણાના અભાવે પાછો ફર્યો હોવાથી યુવરાજસિંહ જાડેજા દ્વારા જામનગરની અદાલતમાં અલ્તાફ ચમડિયા સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં આરોપી ઇસ્માઈલ ચમડિયા ને તક્સીરવાન ઠરાવી એક વર્ષની જેલની સજા ફટકારી છે.તેમજ રૂપિયા પંદર લાખની દંડની રકમ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવી આપવા પણ ઠરાવ્યું છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular