જામનગર મહાનગરપાલિકામાં દર વર્ષે 15-16ના બજેટથી લઇ 2020-21ના બજેટમાં જે 35 જેવા કામો જનરલ બોર્ડમાં ગણાવ્યા હતાં જે કે, બે ફાયર સ્ટેશન બનાવશું, સ્પોર્ટસ સંકુલ, જામનગરમાં ઝોનવાઇસ સ્વિમીંગ પુલ, નવા જનરલ બોર્ડની ઓફિસ, લાલપુર બાયપાસ પાસે સ્મશાન આવા ઘણા કામો માત્ર કાગળ પર થયા છે.
આપણે 2015-16નું બજેટલ જોઇએ તો તેના પાના નં. 10 પર કુલ આવક 927 કરોડ 77 લાખ છે અને ખર્ચ 747 કરોડ 29 લાખ છે અને વર્ષ 2021-22ના બજેટ 612 કરોડ દર્શાવવામાં આવેલ છે. પુરાંત 203 કરોડ દર્શાવવામાં આવેલ છે. પરંતુ પાના નં. 75 પર જોઇએ તો આવક 582 કરોડ 81 લાખ છે અને ખર્ચ 610 કરોડ 49 લાખ છે. આ બજેટ ‘આમ દની અઠ્ઠની ખર્ચા રૂપિયા’ જેવું છે. શાસકપક્ષના જે 50 કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમાં નવા કોર્પોરેટર અને જામનગરની જનતાને વિકાસના નામે ઉંધા ચશ્મા પહેરાવી રહ્યાં છે અને અધિકારીઓની અણઆવડચત અને શાસકપક્ષની મિલીભગતના લીધે આવા આંકડાઓ દર્શાવવામાં આવે છે.
પ્રજાના પરસેવાના પૈસાથી પોતાના ઘર ભરી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી મોટા-મોટા બજેટ રજૂ તો કરે છે પણ તેની અમલવારી થતી નથી જેમ કે, છેલ્લા 5 વર્ષ દરમિયાન બજેટમાં એવા ઘણાં કામો મૂકવામાં આવ્યા છે. તે હજી આજસુધી થયા નથી જેમ કે, એનિમલ હોસ્ટેલ, રખડતા ઢોરનો ત્રાસ, સફાઇ બાબતે એટલો ખર્ચો કરવામાં આવે છે. તેમ છતા આજ સુધી સફાઇ બાબતે મીંડુ છે.
આરોગ્યની વાત કરીએ તો આપણું આરોગ્ય ક્રૂડ એન્ડ ડ્રગ્સ શાખા શહેરમાંથી તહેવારો સમયે અલગ અલગ દુકાનોમાંથી નમૂના લ્યે છે. તે માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે. આજ સુધી નમૂના લીધેલ હોય તેના સેમ્પલ કોઇ દુકાનદાર ઉપર એકશન કેમ નથી લેવાતા ? સૌથી વધુ ભ્રષ્ટાચાર તે વિભાગમાં થઇ રહ્યો છે.
જામનગર શહેરમાં એસ્ટેટ શાખાની મીઠી નજર હેઠળ પાર્કિંગની ખૂબ જ મોટી સમસ્યા છે. જ્યાં મોટા-મોટા એપાર્ટમેન્ટ હોય, શોપિંગ સેન્ટર હોય, પાર્કિંગમાં દુકાનો હોવાથી પબ્લિકને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. ગતવર્ષના બજેટમાં સ્મશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ કાગળ પર જ છે. અમારા દ્વારા ખૂબ જ લડત કરવામાં આવી, આંદોલન કરવામાં આવ્યું પણ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલું તંત્ર યારે જાગશે? સ્પોર્ટ સંકુલ, રમત ગમતના મેદાન, આ બધી બાબતોમાં સત્તાધારી પક્ષ નિષ્ફળ છે. તે કાર્યો ક્યારે પુરા થશે? આ વખતે બજેટમાં જે કામો દર્શાવ્યા છે. તેની અમલવારી કરવામાં નહીં આવે તો અમે બજેટની હોળી કરીશું અને આશ્ર્ચર્યજનક કાર્યક્રમો કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જામનગર મહાનગરપાલિકાની રહેશે તેમ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું.