Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયએક વ્યકિત બે અલગ-અલગ વેક્સિનના ડોઝ લઇ શકશે

એક વ્યકિત બે અલગ-અલગ વેક્સિનના ડોઝ લઇ શકશે

કેન્દ્ર સરકારે પરિક્ષણ માટે આપી મંજૂરી

- Advertisement -

કોરોના વેક્સિનેશનમાં મિશ્રિત ડોઝને સામેલ કરવા માટે સરકારે વૈજ્ઞાનિક અભ્યાસની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે ટૂંક સમયમાં જ એક જ વ્યક્તિને 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ મળી શકશે. અત્યાર સુધીમાં સામે આવેલા અન્ય મેડિકલ અભ્યાસમાં ખૂબ સકારાત્મક પરિણામ જોવા મળ્યા હોવાનું જણાયું છે.

એસઈસીની બેઠકમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન, તે સિવાય નાકથી અપાતી ભારત બાયોટેકની વેક્સિન અને સીરિન્જથી અપાતી કોવેક્સિનના મિશ્રિત ડોઝ પર અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભારતીય હોસ્પિટલ્સમાં આ અભ્યાસ શરૂ થશે.

સમિતિના એક વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં અનેક દેશોમાં એક જ વ્યક્તિને 2 અલગ-અલગ વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં એવી ઘટના સામે આવી હતી જેને બેદરકારી માનવામાં આવેલી કારણ કે, હજુ આપણે વેક્સિનેશન કાર્યક્રમમાં મિશ્રિત ડોઝ સામેલ ન કરેલ. હાલ અભ્યાસમાં સારા પરિણામો મળે ત્યાર બાદ જ તેને વેક્સિનેશનમાં સામેલ કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયાને હજુ 3થી 4 મહિનાનો સમય લાગી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular