Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી અંદાજીત 1 કરોડની કિંમતની દુર્લભ સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે...

જામનગરમાંથી અંદાજીત 1 કરોડની કિંમતની દુર્લભ સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે એક શખ્સ ઝડપાયો

જામનગર એસઓજી પોલીસ દ્વારા જામનગરમાંથી દુર્લભ એવી એક અંદાજીત 1 કરોડની કિંમતની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે એક શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તથા એસ.ઓ.જી. ના પીઆઇ એસ.એસ.નિનામા તથા પીએસઆઇ આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વી.કે.ગઢવી તા.29/01/2022ના રોજ જામનગર શહેર વિસ્તારમા એસ.ઓ.જી.સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસઓજીના પીએસઆઇ વી.કે.ગઢવી તથા હેકો. સંદીપભાઇ ચુડાસમાને મળેલ બાતમી નેે આધારે જામનગરના પટેલ કોલોની શેરી નંબર-9 પાવનડેરી વાળી ગલીમાં ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી (રહે. યોગેશ્વરનગર તિરૂપતી મહાદેવના મંદીરની સામે જામખંભાળીયા) પાસેથી દુર્લભ એવી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) જેવા સુંગધીત શંકાસ્પદ સાથે મળી આવ્યો હતો. જેનું વજન કરતા 830 ગ્રામ જણાયું હતું. આ એમ્બરગ્રીસની બજાર કિંમત આશરે એકાદ કરોડ જેટલી થતી હોય શખ્સની પ્રાથમિક પુછપરછ કરતા એમ્બરગ્રીસ હોવાનુ જણાવ્યું હતું. તેમ છતાં કબ્જે કરેલ એમ્બરગ્રીસ જેવા શંકાસ્પદ પદાર્થને એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે સીટી -બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular