ધ્રોલ ગામમાં વાલ્મિકીવાસમાં રહેતાં પ્રૌઢને તેના ઘરે ચકકર આવી જતાં પડી જતા સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં એસબીઆઈ રોડ પર આવેલા વાલ્મિકીવાસમાં રહેતાં અને સફાઈ કામદાર જેન્તીભાઈ પ્રાગજીભાઈ કબીરા (ઉ.વ.53) નામના પ્રૌઢને રવિવારે સવારના સમયે તેના ઘરે અચાનક ચકકર આવતા પડી જવાથી બેશુધ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ગોવિંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.