લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા ખેડુત પ્રૌઢ તેના ઘરે ચાલુ પાણીની મોટરમાં પાઈપ ભરાવવા જતા વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા બાબુભાઈ પાલાભાઈ ભાદરકા (ઉ.વ.55) નામના પ્રૌઢ ખેડૂત સોમવારે બપોરના સમયે તેના ઘરે પાણીની ઇલેકટ્રીકની ચાલુ મોટરમાંથી પાઈપ નિકળી જતાં પ્રૌઢ ચાલુ મોટરે ઉતાવળમાં પાઈપ ભરાવવા જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભીખાભાઈ ભાદરકા દ્વારા જાણ કરાતા હેકો એમ. કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.