Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરસાધના કોલોનીમાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થતાં એકનું મોત - VIDEO

સાધના કોલોનીમાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થતાં એકનું મોત – VIDEO

અગાઉથી બિલ્ડીંગ ખાલી કરાવાયું હોય મોટી દુર્ઘટના ટળી : ધારાસભ્ય, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સહિતના દોડી ગયા

- Advertisement -

જામનગરની સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડના 3 માળની જર્જરીત ઇમારતનો અડધો હિસ્સો ગઇકાલે વહેલી સવારે ધરાશાયી થતાં એક વ્યકિતનું કાટમાળમાં દબાઇ જતાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ ઘટનાને પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર, ધારાસભ્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.

- Advertisement -

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડની ત્રણ માણની એક જર્જરીત બિલ્ડીંગનો અડધો હિસ્સો ગઇકાલે સવારના સમયે ધરાશાયી થતાં નજીકમાં રહેતાં બિલ્ડીંગના ફલેટ ધારકોમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ અંગે તંત્રને જાણ કરવામાં આવતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ 108 એમ્યુલન્સ તથા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2023માં એક બિલ્ડીંગનો કેટલોક ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ વ્યકિતઓના મૃત્યુ નિપજયાં હતા. જેથી તંત્ર દ્વારા બાકી રહેતાં તમામને નોટિસો આપી ખાલી કરાવ્યા હતા. આ દરમ્યાન ગઇકાલે કોઇ રખડતો ભટકતો અજાણ્યો પુરૂષ તેમાં આશ્રય રહેવા ગયો હોય આ દરમ્યાન બિલ્ડીંગ ધરાશાયી થતાં અજાણ્યો પુરૂષ બિલ્ડીંગના કાટમાળમાં ફસાઇ ગયો હતો.

- Advertisement -

આ અંગેની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી , ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ જેસીબી અને ટ્રેકટરોની મદદથી રેસ્કયુ હાથ ધર્યુ હતું અને તે વ્યકિતને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં તેની સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજયું હતું. પોલીસે આ બીનવારસુ વ્યકિતના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેટરો ગોપાલ સોરઠીયા, સુભાષભાઇ જોશી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, જામ્યુકોના અધિકારી ભાવેશ જાની, મુકેશ વરણવા, અનવર ગજજણ સહિતનો કાફલો પણ દોડી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular