Sunday, September 8, 2024
Homeરાજ્યગુજરાતજિંદગી અમૂલ્ય છે.......ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિની આત્મહત્યા

જિંદગી અમૂલ્ય છે…….ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિની આત્મહત્યા

- Advertisement -

આજના આધુનિક યુગમાં સગવડતાઓ ખુબ વધી છે તો સાથે સાથે પડકારો પણ એટલા જ વધ્યા છે ખાસ કરીને આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિકટ બનતી જઈ રહી છે. યુવાઓમાં ધીરજ ખુટી રહી છે જેને પરિણામે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 48 કલાકમાં 56ની આત્મહત્યાની ઘટના સામે છે. ત્યારે આ ઘટનાઓ વિચાર માંગી લે છે.

- Advertisement -

તાજેતરમાં જ જામનગરમાં બનેલી સામૂહિક આત્મહત્યા એ લોકોને હચમચાવી ચૂકયા છે. ઘટના પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકાના ભાણવડના ધારાગઢ નજીક રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગરમાં એક સાથે ચાર અર્થી ઉઠતા જાણે હાલાર હિબકે ચડયુંં હતું.

તો બીજી તરફ અમદાવાદમાં ડિમ્પલે લગ્નના બે દિવસ બાદ મો પર ટેપ ચોંટાડી આત્મહહત્યા કરી હતી. પ્રથમ લગ્નમાં નિષ્ફળતા મળતા આઘાતમાં રહેલી ડિમ્પલના પરિવારના દબાણથી બીજા લગ્ન તો કરી લીધા પરંતુ લગ્નના બીજા જ દિવસમાં મો પર ટેપ લગાવીને પોતાની બિલ્ડિંગના 12મા માળથી કુદીને આત્મહત્યા કરી હતી. તો વળી અમદાવાદના પાલડી ખાતે મૈત્રેય ભગતે પોતાની માતાની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના પણ યાદ આવી જાય છે. નાદુરસ્ત તબિયત અને એકલતાના કારણે મૈત્રેય આ આત્યંતિક પગલું ભર્યુ હતું.

- Advertisement -

આમ વાત કરીએ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની તો સુરત-14, જામનગર-7, અમદાવાદ-6, કચ્છ-6, રાજકોટ-3, પંચમહાલ-3, વડોદરા – 2, મોરબી-2, દ્વારકા – 2, પોરબંદર-2, જૂનાગઢ -2, ભાવનગર-2, ગાંધીનગર – 2, બનાસકાંઠા-1, ભરૂચ-1, તાપી-1 એમ છેલ્લાં બે દિવસમાં 56 લોકોએ પોતાની જીંદગી ટૂંકાવી હતી. ત્યારે કહેવાનું મન થાય છે કે આપણી જીંદગી અમૂલ્ય છે. થોડી ધીરજ રાખીને સમસ્યાનું સમધાન મેળવવું જોઇએ શું આત્મહત્યા એ કોઇપણ સમસ્યાનું સમાધાન હોઇ શકે ખરું ???

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular