લોકોને જ્યાં પણ તક મળે ત્યાં સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. ઘણી વખત સેલ્ફીના ચક્કરમાં મોટી દુર્ઘટના પણ સર્જાય છે. કેટલીક વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આવી જ એક ઘટના ઉત્તરાખંડમાં બની છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં જોશિયાડા બેરેજ નજીક મંગળવારે મોબાઈલ ફોનથી સેલ્ફી લેતી વખતે પગ લપસી જતા એક યુવાન ભાગીરથી નદીમાં પડી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે સવારે બનેલી આ ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ તેની સૂચના પોલીસને આપી હતી ત્યારબાદ 15 વર્ષીય મનીષ ઉનિયાલને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.