Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયવધુ એક રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન લાગ્યું

વધુ એક રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન લાગ્યું

- Advertisement -

દેશમાં કોરોનાને કાબુમાં લેવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે આજે વધુ એક રાજ્યમાં 15મે સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્રારા રાજ્યમાં 15મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ મારફતે કહ્યું કે, “ગઈકાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં 15 મે સુધીના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા આજે જાહેર કરવામાં આવશે. બિહારમાં સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સાથે જ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની પણ ભારે અછત છે. કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે અહીં લોકડાઉન લગાવવા માટે પટનાની હાઈકોર્ટ દ્રારા પણ સરકારને લોકડાઉન અને નિણર્ય કરવા કહેવામાં આવ્યું હતું.

બિહારમાં કોરોના સંક્રમણના કારણે વણસેલી સ્થિતિ પર પટના હાઇકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નીતિશ સરકારને લોકડાઉન લગાવવા અંગે શું તૈયારી છે તે અંગે પૂછ્યું હતું. મુખ્યમંત્રીએ બિનજરૂરી રીતે બહાર નીકળતાં લોકો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ પ્રત્યે લોકોને સતર્ક અને સજાગ કરવા માટે નિરંતર અભિયાન ચલાવવા આદેશ આપ્યો છે.

- Advertisement -

સોમવારે બિહારમાં કોરોનાના 11407 નવા મામલા સામે આવ્યા હતા અને 82 લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,07,667 છે અને રિકવરી રેટ 78.29 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2821 લોકોના કોરોનાથી મોત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular