Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવધુ એક ભરતી પરીક્ષા બની વિવાદિત : માહિતી ખાતાની વર્ગ 1-2 ની...

વધુ એક ભરતી પરીક્ષા બની વિવાદિત : માહિતી ખાતાની વર્ગ 1-2 ની ભરતી પ્રક્રિયા પર હાઇકોર્ટનો સ્ટે

ઈન્ટરવ્યું પ્રક્રિયામાં ગડબડને લઇ ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજીઓ કરી હતી

- Advertisement -

માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા.

- Advertisement -

ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા તાજેતરમાં ક્લાસ વન ટુ ની પરીક્ષા લેવામાં આવ્યા બાદઇન્ટરવ્યુ લઇ મેરીટ પણ જાહેર કરી દીધુ હતું. માત્ર ઓર્ડર ની જ પ્રક્રિયા જ બાકી હોય આ ભરતીને લઇ હાઈકોર્ટમાં અપીલ દાખલ થતા કોર્ટે ભરતી પ્રક્રિયા આગળ વધારવા ઉપર રોક લગાવી દીધી છે.

ક્લાસ વન, ટુ અને થ્રી માટે તાજેતરમાં મુખ્ય પરીક્ષાનું અમદવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન માહિતી ખાતા દ્વારા ક્લાસ વન અને ટુની ૨૩ જગ્યાઓ માટે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પાસ થયેલ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રીયામાં પસદંગી પામેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાયા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરીટ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. આ યાદી સામે આવતા જ ભરતી પ્રક્રિયામાં સામે ઉમેદવારોમાં કચવાટ ઉભો થયો હતો. ઈન્ટરવ્યુંના પ્રથમ દિવસે પાંચ સભ્યોની ટીમ દ્વારા ઉમેદવારોની કસોટી લેવામાં આવી ત્યારબાદ ત્રીજા-ચોથા દિવસે પેનલના સભ્યોની સંખ્યા ઓછી થઇ ગઈ, જે નિયમની વિરુદ્ધ હોવાનો ઉમેદવારોએ આક્ષેપ લગાવી ભરતી પ્રક્રીયા સામે સવાલો ઉઠાવ્યા હતા. પેનલના પાંચ સભ્યોએ એક-એક ઉમેદવારને ૨૦-૨૦માંથી ગુણ આપવાના હોય છે પણ અહી તો પેનલના સભ્યો જ ગેર હાજર રહ્યા હતા.

- Advertisement -

અરજદારોએ કરેલ પિટિશનમાં ઇન્ટરવ્યૂમાં જે પેનલીસ્ટ રાખવામાં આવ્યા હતા. તેની લાયકાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. માહિતી વિભાગ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જણાવ્યું છે કે ઇન્ટરવ્યૂ કમિટીના મુખ્ય ચેરમેન હતા, તેઓ પોતે જ વ્યસ્તતાના કારણે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં હાજર ન હતા. જેને લઈ આ મામલે ગુજરાત હાઇકોર્ટે માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? સાથે જ ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કોર્ટે ભરતી પ્રક્રિયા સામે તાત્કાલિક સ્ટે આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular