Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ગુનામાં વધુ એક શખ્સની ધરપકડ

જામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ગુનામાં વધુ એક શખ્સની ધરપકડ

- Advertisement -

જામનગરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો સાયબર સેલે ગુનો નોંધી એક શખસને ઝડપી લીધા બાદ વધુ એક ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગુનો નોંધીને એક શખસની ધરપકડ કરીને મોબાઈલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાતના સી.આઇ.ડી.ક્રાઇમ તેમજ રાજકોટ આઇ.જી. દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપ્સ જામનગરની સાયબર ક્રાઈમ સેલ પોલીસને આપવામાં આવી હતી. તેના પગલે પીઆઇ કે.એલ.ગાધે તથા પીએસઆઇ એ.આર.રાવલ તેમજ ડી.જે.ભુસા, ચંપાબેન વાઘેલા, બીપીનકુમાર દેશાણી સહિતના સ્ટાફે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ શકમંદ વ્યક્તિ જયંતી કરશન પરમાર (ઉ.વ.45) નામના શખ્સના ઘરે તપાસ દરમિયાન મોબાઈલ તપાસતાં તેમાથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગત એડલ્ટ વિડીયો અને ફોટો તથા વોટસએપ સ્ટીકર મળી આવતાં તેનો મોબાઈલ કબ્જે કરીને તેની સામે ગુનો નોંધીને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સગીર વયના બાળકોને બીભત્સ દ્રશ્યોમાં કે અભદ્ર સહિત કોઈપણ રીતે દૃર્શાવવામાં આવતા એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઈલમાં રાખવા અથવા સોશ્યલ મીડીયા (ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોસ્ટએપ કે અન્ય કોઈ એપ્લીકેશન)ના માધ્યમથી અન્ય કોઈ વ્યક્તિને મોકલવા કે શેર કરવા કે મોબાઇલમાં સંગ્રહ કરવો તે ગુનાને પાત્ર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular