Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવીરત મેઘસવારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવીરત મેઘસવારી

કલ્યાણપુરમાં એક ઈંચ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેલ્લા એક સપ્તાહથી અવીરત રીતે વરસતા વરસાદથી ખેતરોમાં ઊભા મોલને ફાયદો થયો છે. છેલ્લા આશરે આઠેક દિવસથી વરસતા આ વરસાદના કારણે ધરતી તરબતર બની રહી છે.

- Advertisement -

ગઈકાલે પણ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા સાથે કલ્યાણપુર તાલુકામાં એક ઈંચ પાણી પડી ગયું હતું. આજે સવારથી ખંભાળિયા પંથકમાં મેઘરાજાના મંડાણ થયા છે અને ધીમીધારે છ મિલીમીટર પાણી વરસી ગયું છે. આ સાથે ભાણવડ પંથકમાં પણ આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 10 મિલીમીટર વરસાદ વરસી ગયો છે. જ્યારે અન્યત્ર માત્ર ઝાપટા વરસ્યા હતા. આ લખાય છે ત્યારે સવારે 11 વાગ્યે પણ હળવા ઝાપટા ચાલુ છે. આ સાથે ખંભાળિયામાં કુલ 1294 મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 955 મિલીમીટર, દ્વારકા તાલુકામાં 838 મિલીમીટર, અને ભાણવડ તાલુકામાં 665 મિલીમીટર સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 128 ટકા વરસી ગયો છે. હાલની પરિસ્થિતિમાં અવિરત રીતે વરસતા વરસાદમાં જો બ્રેક નહીં આવે અને ઉઘાડ નહીં નીકળે તો કેટલાક ખેતરોમાં ઊભા મોલને નુકશાની થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular