ભાણવડ પથંકમાં આજે સવારે 7.30 વાગ્યાથી વરસાદ શરૂ થતા પથંકમાં શિયાળે ચોમાસા જેવી સ્થિતિ હોય તેવું વાતાવરણ થયુ હતું.
વરસાદ શરૂ થતા ભાણવડમાં બજારોમાં ધોધમાર પાણી વહેવા લાગ્યા હતાં અને ખેડૂતોના પાક ઘણી જગ્યા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સતત બિજા દિવસે વરસાદ થતા ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. શિયાળુ પાકમાં વરસાદથી નુકસાનીનો સામનો કરવા જેવી સ્થિતિ ઉભી થઇ છે.


