- Advertisement -
ભાણવડ તાલુકામાં 15 થી 18 વર્ષના બાળકોના કોવિડ રસીકરણમાં પ્રથમ દિવસે ભાણવડ શહેરી વિસ્તારમાં 817 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,619 લોકો મળીને કુલ 2,436 જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
ભાણવડ તાલુકાની છ માધ્યમિક શાળાઓએ પ્રથમ દિવસે જ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને રસીકરણ અપાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેમા ગડુ માધ્યમિક શાળા, ગોવિંદ જીવન થાનકી માધ્યમિક શાળા, ફોટડી માધ્યમિક શાળા, મોટા કાલાવડ માધ્યમિક શાળા, સણખલા માધ્યમિક શાળા અને નાલંદા માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે તેમ ભાણવડ તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ ચંડેગ્રાની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -