Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં ફતેપરના પ્રૌઢનું મોત

ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં ફતેપરના પ્રૌઢનું મોત

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ફતેપર ગામે રહેતા સામતભાઈ વિક્રમભાઈ રાવલીયા નામના 59 વર્ષના પ્રૌઢ ગઈકાલે બુધવારે તેમના જીજે-03-એમએ-1866 નંબરના હીરો ડીલક્ષ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે ખંભાળિયા – દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે દસ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર રહેલા ધૂળના ઢગલા સાથે પૂરઝડપે જઈ રહેલું આ મોટરસાયકલ ટકરાઈ પડ્યું હતું. જેના કારણે બાઈક ચાલક સામતભાઈ ફંગોળાઈ ગયા હતા અને તેમને માથામાં તથા શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના પુત્ર જગમાલભાઈ સામતભાઈ રાવલીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 304 (અ), 279 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular