જામનગરમાં ગત તારીખ 1-6-2022ના રોજ જામનગર રાજકોટ હાઇ-વે પર શિવશક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે થયેલ લુંટના કેસમાં જામનગર સીટી-બી ડિવિઝન પોલીસે એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે પંચ-એ પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ ગત તા.1-6-2022ના રોજ જામનગર રાજકોટ હાઇ-વે પર શિવશક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે મોટર સાઇકલ પર આવેલ બે શખ્સો દ્વારા ફરિયાદી તથા સાહેદોને છરી બતાવી રોકડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.83,500ની લુંટ કરી હતી. આ કેસમાં આરોપીઓ અબ્દુલ ઉર્ફે અબુડો કાસમભાઇ જોખિયા તથા આબીદ ઉર્ફે આબલો રસીદભાઇ ચંગડા સંડોવાયેલા હોય અને રાજય બહાર નાસી ગયા હતાં. તે પૈકી એક આરોપી અબ્દુલ ઉર્ફે અબુડો પોતાના કુંટુંબી જનોને મળવા આવતો હોવાની સીટી-બીના પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હિતેશભાઇ સાગઠિયાને બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાની સુચના અને પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ બાતમી વાળા સ્થળે વોચ ગોઠવી આરોપી અબ્દુલ ઉર્ફે અબુડો કાસમભાઇ જોખિયાને ઝડપી લઇ પુછપરછ કરતા લુંટ કરી હોવાની કબુલાત આપતા રૂા.5,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે પંચ-એ પોલીસને સોંપી આપ્યો હતો.
આ કામગીરી સીટી-બી ના પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ સી.એમ.કાટેલિયા, એએસઆઇ હિતેશભાઇ ચાવડા તથા હે.કો. મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા પો.કો.ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદિપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠિયા અને મનહરસિંહ જાડેજા દ્વારકા કરવામાં આવી હતી.