Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં પાંચ જુગાર દરોડામાં સાત મહિલા સહિત દોઢ ડઝન ઝડપાયા

દ્વારકા જિલ્લામાં પાંચ જુગાર દરોડામાં સાત મહિલા સહિત દોઢ ડઝન ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પીએસઆઈ કે.એન. ઠાકરીયા દ્વારા ચાલી રહેલી જુગાર સામેની કાર્યવાહીમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામભાઈ ચંદ્રવાડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોગાત ગામે જુગાર દરોડો પાડી, તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ઘના સાજણ કંડોરીયા, મેરુ આલા કંડોરીયા, નુંઘા કેશુર કંડોરીયા, વેજાણંદ ડોસા કંડોરીયા, રામદે આલા કંડોરીયા અને નુંઘા ધરણાત કંડોરીયા નામના છ શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.17,510 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામેથી મોહન દેવા કાગડિયા, રમેશ શામા કાગડિયા અને લાખા ગંધા મકવાણા નામના ત્રણ શખ્સોને પોલીસે જુગાર રમતા રૂા.6,910 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડના રામેશ્ર્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ચાર મહિલાઓને રૂપિયા 2,410 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાં અન્ય એક દરોડામાં અંજના બાબુ સાદીયા, નીમુબેન જયંત બાટ્ટા અને જાગૃતિ સુરેશ બાટ્ટાને રૂા.1,120 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી મનસુખ રાયમલ વાઘેલા અને જયંતિ સોમા વાઘેલા નામના બે શખ્સો રૂપિયા 4,200 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular