ભારતના રાજકારણમાં એકનવો મુદો છેડાયો છે, જાતિવાર વસ્તી ગણતરી. કેન્દ્ર સરકારેઓબીસીને અનામતનું બિલ મંજૂર કરાવ્યું અને એમાં બધા પક્ષોએ સંમતી આપી. હવે રાજ્યોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, ઓબીસી તળે કઈ જ્ઞાતિને અનામત આપવી? મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં પટેલ અને રાજસ્થાનમાં જાટને અનામત આપવા આંદોલન થયા છે. રાજ્ય સરકારો માટે આ મુદ્દો મુશ્કેલી સર્જી શકે છે ત્યાં જાતિવાર ગણતરી માટે માગ ઉઠી છે.
આ માગ પહેલીવાર નહિ અનેકવાર ઉઠી છે. યુપીએ શાસનમાં પણ આ મુદ્દો આવ્યોહતો. હવે મોદી સરકાર સામે પડકાર આવ્યો છે. એમાંય ખાસ કરીને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને જેડીયુ આ માગણી માટે અડી ગયું છે અને વડાપ્રધાન મોદી પણ ટસના માસ થયા નથી. કદાચ આ મુદ્દા જ ભાજપ અને જેડીયુ વચ્ચે ભંગાણ સર્જી શકે છે.
આપણે ત્યાં જાતિ આધારિત રાજકારણ વર્ષોથી ચાલતું આવ્યું છે. જાત-પાત અને ધર્મ એ ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બનતા આવ્યા છે. કોંગ્રેસે વર્ષો સુધી મુસ્લિમોનું તુષ્ટિકરણ ક્યું છે અને એના માઠા પરિણામ પણ ભોગવ્યા. હવે કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ તરફ વળી છે પણ એનો ફાયદો હજુ સુધી થયો નથી ભાજપે હિન્દુત્વને મજબૂત બનાવી બધા પક્ષોને એ તરફ આવવા મજબૂર તો કરી દીધા છે.
ગુજરાતમાં એક સમયે ખામ થિયરી અમલી બની હતી. માધવસિહ સોલંકીના સત્તાકાળમાં આ થિયરી સફળ પણ થઇ પણ ભાજપના કાર્યકાળમાં પટેલ રાજનીતિનો ઉદય થયો અને મોદી રાજમાં ઓબીસીની રાજનીતિ આવી અને એનો ફાયદો ભાજપને થયો છે. ગુજરાત બાદ એમણે આખા દેશમાં ઓબીસીને મહત્વ આપવાનું શરૂ કર્યું અને મોદી સરકારમાં કેટલા ઓબીસીનાં મંત્રીઓ છે એના બોર્ડ પણ લગાવ્યા અને હવે ઓબીસી અનામત આવી છે. બધી જ્ઞાતિઓ કરતા ઓબીસીનાં મત સૌથી વધુ છે અને પ્રધાનમંત્રીએ આ વાત માટે પહેલેથી મન બનાવી લીધું હતું. કોળી અને આહીર જ્ઞાતિ ગુજરાતમાં મોટા પ્રમાણમાં છે પણ એમનું રાજકારણમાં વજન નહોતુ. મોદીએ એમને આગળ કર્યા અને આજ ઓબીસી રાજનીતિ દેશની રાજનીતિમાં મહત્ત્વનો મુદો બની ગયો છે. હવે જાતિ ગણનાનો મુદો આવો છે. નીતિશકુમાર આ માટે આગ્રહી બની ગયા છે. જેડીયુએ એમ કહ્યું કે રાજનાથસિંહ ગૃહમંત્રી હતા ત્યારે એમણે જાતિવાર ગણના માટે વચન આપેલું.
હવે ભાજપ આ મુદ્દાથી આધા કેમ ભાગે છે. મજાની વાત એ છે કે આ મુદ્દે નીતિશને લાલુ યાદવના પક્ષનો ટેકો મળ્યો છે. જેડીયુનાં ત્યાગી ભલે ક્હે કે, આ મુદ્દે ભાજપ અને એમના વચ્ચે કોઈ તનાવ નહિ સર્જાય પજ વાત વધી ગઈ છે. જેડીયુ અંદરખાને સમજી ગયું છે કે ભાજપ જેડીયુનાં આધારે મજબૂત બની રહ્યો છે અને આમ જ ચાલ્યું તો જેડીયુનું ધોવાણ થશે અને એમાં જાતિ ગણનામુદો ભંગાણ માટે કારણભૂત બને એ શક્ય છે.
જાતિ ગણના શા માટે? એ મુખ્ય પ્રશ છે. રાજકીય પક્ષો ક્હે છે જે જાતિ નબળી છે એમને મદદ કરી શકાય એના ઉત્થાન માટે નીતિઓ ઘડી શકાય પશ આ વાતોના વડા છે. બધાને જાતિ ગણના મળી જાય તો એને લોભાવવા માટે રાજકારણ કરવું છે. તમે જુઓ કે, આર. એસ. એસ. અનામત વિરોધી રહ્યું છે. મોહન ભાગવતે આ મુદ્દે ટિપ્પણીઓ પણ કરી છે પણ હવે જુદી રીતે વાત ષઇ રહી છે. આર્થિક ધોરણે અનામતની વાત હાસિયામાં જઈ રહી છે. ભારત સૌથી ઝડપથી વિક્સતું અર્થતંત્ર છે. મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માગે છે. આત્મનિર્ભર ભારતનો કોલ અપાયો છે અને એમાં જાતિ ગણનાનું રાજકારણ કરી દેશને આ પક્ષો ક્યાં લઇ જવા માગે છે?(સૌજન્ય: કૌશિક મહેતા)