Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ હોસ્પિટલના 29માં સ્થાપના દિને કબિર લહેર તળાવના કિનારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા

સમર્પણ હોસ્પિટલના 29માં સ્થાપના દિને કબિર લહેર તળાવના કિનારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા

- Advertisement -

સમર્પણની આરોગ્યની સેવાકીય સફરને તા. 20ના 29 વર્ષ પુરા થયા તેમાં ઘણા ઉતાર-ચઢાવ સમર્પણે જોયા છે. શરદી-ઉધરસથી માંડીને છેક કોરોના સુધીની મહામારીમાં પણ અડીખમ બનીને ઉભા રહીને માનવ જિંદગીઓ બચાવવામાં અવિરત સેવાઓ આપી રાંકના રતનનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. આજ સુધીમાં લાખો જરુરીયાતમંદ દર્દીઓની આરોગ્યલક્ષી સેવાઓ કરીને સમર્પણે ખૂબ મોટુ પૂણ્યનું ભાથુ બાંધ્યું છે.

- Advertisement -

આ સમર્પણના સર્જનહાર પ.વંદનીય મહંત રામસ્વરુપદાસજી મહારાજ અને પ. વંદનિય મહંત જગદીશદાસ મહારાજની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કબિર લહેર તળાવના કિનારે કરવામાં આવી છે. આજ સુધી જામનગરની જનતા માટે ફરવાનું સ્થળ બની રહેશે.. સેવાકાર્યો કરતાં કરતાં તા. 28-4-2008ના રોજ બપોરના ત્રણ વાગ્યે જે જગ્યાએ મહંત જગદીશદાસ મહારાજ જીવનનો અંતિમ શ્ર્વાસ લીધેલ અને દેહ છોડેલ તે જ જગ્યાએ આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular