આજરોજ 14 એપ્રિલ નિમિતે બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ છે.જામનગર ખાતે બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના લાલબંગલા નજીક આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આંબેડકર જયંતિની ઉજવણી કરાઇ હતી.
ભારતમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં. આ તકે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલે પણ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા.