ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલબિહારી બાજપાઈની જન્મતિથિ નિમિત્તે આવતીકાલે શનિવાર તારીખ 25 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભાજપના ડોકટર સેલના ઉપક્રમે સવારે વિનામૂલ્યે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શનિવારે ખંભાળિયામાં નવાપરા ખાતે આવેલા ભાજપના જિલ્લા કાર્યાલય, અહીંની સરકારી હોસ્પિટલ, રામ મંદિર પાસે તથા સ્ટેશન રોડ ઉપર આવેલી વેદાંત હોસ્પિટલ ખાતે લોકોના ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની તપાસણી કરવામાં આવશે.
આ ઉપરાંત દ્વારકામાં ભથાણ ચોક ખાતે ડો. સાગર કાનાણીની હોસ્પીટલ અને સરકારી હોસ્પિટલ ખાતે, સલાયામાં ડોક્ટર કાદરી દ્વારા, કલ્યાણપુર તાલુકામાં બસ સ્ટેશનની બાજુમાં ડોક્ટર સાગર કાંબરીયા તથા સરકારી હોસ્પિટલમાં, રાવલ ડોક્ટર મયુર ગોકાણી તેમજ સરકારી હોસ્પિટલ ખાતે જ્યારે ઓખામાં ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ ખાતે ડોક્ટર જયેશ ડાભી દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર તપાસી આપવામાં આવશે.
આવતીકાલે સવારે 9 થી 11 દરમિયાન જિલ્લામાં જુદા-જુદા દસ સ્થળોએ ડોક્ટર સેલના ક્ધવીનર ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. અમિત નકુમ તથા અન્ય હોદ્દેદારો, કાર્યકરો દ્વારા બે હજાર જેટલા લોકોના ડાયાબિટીસ તથા બ્લડ પ્રેસરનું વિનામૂલ્યે ચેકઅપ કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.