Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીય6ઓગસ્ટ: હિરોશીમા શહેર સ્મશાનમાં ફેરવાયું હતું, લાખો લોકોએ જીવ ગુમાવ્યા

6ઓગસ્ટ: હિરોશીમા શહેર સ્મશાનમાં ફેરવાયું હતું, લાખો લોકોએ જીવ ગુમાવ્યા

અમેરિકાએ જાપાનના હિરોશીમા ઉપર કર્યો હતો દુનિયાનો પહેલો અણું હુમલો : જાણો આ ઘટના વિષે તમામ માહિતી

- Advertisement -

1945માં  બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબ્બકા દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણું હુમલો કર્યો હતો.  ઑગસ્ટ 6, 1945ના રોજ જાપાનના હિરોશીમા શહેર ઉપર અમેરિકાએ હુમલો કર્યો હતો જેમાં 1લાખ 40હજારથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. અને આ ઘટનાના ત્રીજા જ દિવસે અમેરિકાએ નાગાસાકી શહેર ઉપર હુમલો કર્યો હતો. જેમાં 70હજારથી વધુ લોકો માર્યા ગયા.

- Advertisement -

આજથી 76 વર્ષ પહેલા એટલે કે 6ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર ઉપર અણું હુમલો કર્યો હતો. આ બોંબનું નામ લિટલ બોય હતું જે અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થવાના આરે હતું અને જર્મનીએ શરણાગતિ સ્વીકારી હતી અને તે માત્ર જાપાન હતું જે સાથી દેશો સામે લડી રહ્યું હતું. જુલાઈ 1945 માં, યુએસ પ્રમુખ હેરી ત્યુમેન, બ્રિટીશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયત સંઘના નેતા જોસેફ સ્ટાલિન જર્મનીના પોટ્સડમમાં મળ્યા. અહીં નક્કી કરવામાં આવ્યું હતું કે જો જાપાન કોઈ પણ શર્ત વગર શરણાગતિ નહીં સ્વીકારે તો તેની સામે કડક પગલાં લેવા પડશે.

- Advertisement -

 વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના વિમાનોએ હવાઇ હુમલામાં નાગાસાકી અને હિરોશિમાને ટાર્ગેટ કર્યા ન હતા. આથી આ બંને શહેરો પર ન્યુકિલયર બોંબ ફેંકવાનું અમેરિકાએ પહેલેથી જ નકકી કર્યુ હતું.હિરોશિમામાં જાપાનનું સૈન્ય ઠેકાણું હોવાથી પહેલા ટાર્ગેટ તરીકે માફક આવે તેમ હતું કારણ કે  હિરોશીમા પોર્ટ પરથી જ જાપાની સૈન્યને પુરવઠો મળતો હતો.

 6 ઓગસ્ટ -1945ના રોજ આ બોંબ ફેકાયો ત્યારે હિરોશિમામાં સવારેના 8.15 વાગ્યા હતા.અણુ બોંબ વિસ્ફોટ થવાથી હિરોશિમા શહેર આગની જવાળાઓમાં લપેટાઇ ગયું હતું. સતત ત્રણ દિવસ સુધી આગ સાથેના ધૂમાડાના ગોટેગોટાએ આકાશને ઘેરી લીધું હતું. 70 થી 80 હજાર લોકો તો તાત્કાલિક જ મુત્યુ પામ્યા હતા. બાકીના વિકિરણોથી ભયાનક મોતને ભેટયા હતા. હિરોશિમામાં થયેલા વિસ્ફોટમાં કુલ 1 લાખ 40હજાર લોકો માર્યા ગયા હતા.

- Advertisement -

 9 ઓગસ્ટના રોજ જાપાનના વધુ એક શહેર નાગાસાકી પર હુમલો કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ કહેલું કે હવે જાપાનીઓને ખબર પડી હશે કે અણુંબોમ્બ શું ચીજ છે. જો જાપાન હવે શરણાગતિ નહી સ્વીકારે તો એની અન્ય લશ્કરી છાવણીઓ પર હુમલા કરીશું અને તેમાં પણ હજારો લોકો માર્યા જશે. અને બાદમાં બે અણુબોંબ હુમલાથી તબાહ થઇ ગયેલ જાપાને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular