Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીય15 ઓગસ્ટે નવો ઈતિહાસ રચાશે, લાલ કિલ્લા પર જોવા મળશે ઓલિમ્પિક ટીમ

15 ઓગસ્ટે નવો ઈતિહાસ રચાશે, લાલ કિલ્લા પર જોવા મળશે ઓલિમ્પિક ટીમ

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડીયન ઓલિમ્પિક ટીમને 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર વિશેષ અતિથી તરીકે આમંત્રિત કર્યા છે. જ્યાં તેઓ દરેક ખેલાડીને મળીને તેમને સન્માનિત કરશે. જેમાં કુલ 119 ખેલાડીઓ શામિલ છે.

- Advertisement -

દેશના ઈતિહાસમાં પ્રથમવાર આવું થશે જ્યારે ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ખેલાડીઓને સ્વતંત્રતા દિવસ પર વિશેષ અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવશે. આ અગાઉ ખેલાડીઓને આવું સન્માન ક્યારેય મળ્યું નથી. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓએ ક્વોલિફાય કર્યુ છે. અગાઉ પણ પ્રધાનમંત્રીએ ઓલિમ્પિકમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ માટે મુખ્ય સંદેશો આપ્યો હતો કે ભારતીય ખેલાડીઓનું જોશ – જૂનૂન ત્યારે આવે છે કે જ્યારે સાચી પ્રતિભાને પ્રોત્સાહન મળે છે. આ ઓલિમ્પિકમાં નવા ભારતાનો બુલંદ આત્મવિશ્વાસ દરેક રમતમાં દેખાઈ રહ્યો છે.

15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજ વંદન કરે છે. આ કાર્યક્રમ બાદ તમામ ઓલિમ્પિયનો પ્રધાનમંત્રીના નિવાસ્થાને જશે. જ્યાં પીએમ મોદી દરેક એથ્લીટો સાથે ચર્ચા કરશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular