જામનગરમાં ગુજરાત રાજ્યનો પહેલો ઓમીક્રોનનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ પોઝિટિવ કેસ બાદ તેમણે ત્યાં ટયૂશનમાં આવતા બાળકોને પણ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ઓમીક્રોનના પ્રથમ કેસની જામનગરમાં એન્ટ્રી બાદ મહાપાલિકાની એસ્ટેટ શાખા નિંદ્રામાંથી સફાળી જાગી ગઈ હતી અને શહેરમાં જે સ્થળોએ લોકો એકઠા થતાં હોય તેવા શાકમાર્કેટ વિસ્તારમાં સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટેની કાર્યવાહી આરંભી હતી.
ભારતમાં કોરોનાના કપરા કાળ બાદ થોડો સમય વિરામ થયો હતો ત્યારબાદ હાલમાં જ ઓમીક્રોનનો આફ્રિકામાં કહેર વધ્યો હતો. જેમાં આફ્રિકાથી આવેલા કર્ણાટકના બે વ્યક્તિઓને ઓમીક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવેલા જામનગરના મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં વૃદ્ધને કોરોના થયા બાદ તેમનો ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલેલો ઓમીક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે પૂનાની લેબોેરટરીમાં મોકલેલો રિપોર્ટ હજુ પેન્ડીંગ છે. જામનગરમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ નિંદ્રામાંથી સફાળી જાગીને શાકમાર્કેટ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને માસ્ક પહેરવા સહિતની તકેદારીઓ સંદર્ભે પથારાવાળાઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત સાધના કોલોનીમાં આવેલી મંગળવારી બજાર બંધ કરાવવામાં આવી હતી.
જો કે, શહેરના શાકમાર્કેટ સિવાયના અનેક વિસ્તારોમાં લોકોનો સમૂહ એકઠો થતો હોય છે. પરંતુ, તેવા સ્થળોએ મહાનગરપાલિકા કે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં નિષ્ફળ થયું છે. શાકમાર્કેટ અને ગુજરી બજારમાંથી પથારાવાળાઓને હટાવાયા