જામનગરમાં ઓમિક્રોનના દર્દી જે ઘરે રોકાયા હતા. તે ઘરે ટયુશનમાં આવતાં 7 બાળકોના સેમ્પલો લેવાયા બાદ 6 ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. એક બાળકના સેમ્પલ અપુરતા લેવાયા હોવાથી ફરીથી લેવાયા છે. બીજી તરફ મ્યુ.કમિશનર વિજય ખરાડીએ એક ધન્વંતરી રથની સેવા, કોવીડ વોર રૂમ, હેલ્પલાઈન સહિતની નવી ટીમોની રચના કરીને કોવીડના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવા ટીમોને આદેશ આપ્યો છે. જામનગરમાં કોવીડની ગાઈડલાઈનના પાલનના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે.
જામગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા 7ર વર્ષિય વ્યક્તિને કોરોનાના ઓમિક્રોન વેરીઅન્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પત્ની અને સાળા પણ કોરોના પોઝિટીવ થયા ત્રણેય આઈસોલેશનમાં ડેન્ટલ હોસ્પિટલ ખાતેની કોવીડ હોસ્પિટલમાંં છે. જ્યાં તેઓની તબીયત તદન નોર્મલ છે. આ ઘટના બાદ બાદ તંત્રએ હરકતમાં આવીને વિદેશી વ્યક્તિ જ્યાં રોકાયો હતો. તે ઘરે ટયુશનમાં આવતાં 7 બાળકોને શોધી કાઢીને કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ છ ના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને એક બાળકના સેમ્પલો નિષ્કર્ષ માટે અક્ષમ રહેતાં તેના હરી સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરક કમિશનરે અધિકારીઓની મીટીંગ બોલાવીને સોશ્યલ ડીસ્ટન્સ માટે ટીમ, માસ્કની કામગીરી માટે ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, ક્ધટેન્ટમેન્ટ ઝોન ટીમ, કોન્ટેક્ટ ટ્રેસીંગ ટીમ, હોમ આઈસોલેશન ટીમ, કમાન્ડ કંટ્રોલ રૂમ, કોવીડ વોર રૂમ માટે ટીમોની રચના કરી છે.
સોશ્યલ ડીસ્ટન્સ સહિતના કોવીડ ગાઈડલાઈનના ભંગ અંગે તંત્ર દ્વારા જાહેર હિતમાં દંડાત્મક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. મહાનગરપાલિકાની બનેલી ટીમોમાં કુલ 1ર0 જેટલા કર્મચારીઓને ફરજ સોંપાશે. ક્લાસ-1 કક્ષાના અધિકારીઓને ટીમોની જવાબદારી સોંપાઈ છે જે મ્યુ. કમિશનરને કામગીરીનો રીપોર્ટ સોંપશે. તંત્રએ એક ધનવંતરી રથ પણ ચાલુ કર્યો છે. તેમ ડે.કમિશનર એ.કે. વસ્તાણીએ જણાવ્યું હતું.