Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયજયાંથી ઓમિક્રોન આવ્યો તે દક્ષિણ આફ્રિકામાં પીક આવી ગઇ

જયાંથી ઓમિક્રોન આવ્યો તે દક્ષિણ આફ્રિકામાં પીક આવી ગઇ

દક્ષિણ આફ્રિકી સરકારે રાત્રિ કફર્યુ હટાવી લીધો : નિયંત્રણો પણ હળવા કરવાની શરૂઆત : અમેરિકા, યુરોપમાં હજુ પણ સ્થિતિ ખરાબ: ગઇકાલે પણ વિશ્વમાં 10 લાખથી વધુ કેસ સામે આવ્યા

- Advertisement -

અમેરિકા અને યુરોપના દેશોમાં હાહાકાર મચાવી રહેલો કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ જયાંથી સામો આવ્યો હતો તે દક્ષિણ આફ્રિકામાં કોરોનાની પીક આવી ગઇ છે. પીક બાદ સંક્રમણ ઓસરવા લાગતાં દક્ષિણ આફ્રિકાની સરકારે દેશમાંથી રાત્રિ કફર્યુ હટાવી લીધો છે. જયારે નિયંત્રણો પણ ધીમે-ધીમે હળવા કરવાની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ બુધવારે વિશ્વમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ 16 લાખ કેસ નોંધાયા બાદ ગુરૂવારે પણ વિશ્ર્વમાં 10 લાખથી વધુ કોરોના કેસ નોંધાયાનું સામે આવ્યું છે. દક્ષિણ આફ્રિકામાં સરકારે દેશમાં લાદવામાં આવેલો નાઇટ કર્ફ્યૂ હટાવી લીધો છે. સરકારનું માનવું છે કે ઓમિક્રોન વેરિયન્ટને કારણે દેશમાં ચોથી લહેરની પીક સમાપ્ત થઈ ગઈ છે. મંત્રી મોંડલી ગુંગુબેલેએ કહ્યું હતું કે આ નિર્ણય દેશમાં વેક્સિનેશનનો સ્તર અને આરોગ્યક્ષેત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. લોકોની અવરજવર પરનો પ્રતિબંધ હટાવવાની સાથે સરકારે એ પણ કહ્યું હતું કે કાર્યક્રમોમાં મર્યાદિત લોકોને જ પ્રવેશ મળશે. ઇન્ડોર ઇવેન્ટ્સમા 1000 લોકો અને આઉટડોર ઇવેન્ટ્સમાં માત્ર 2000 લોકો જ હાજર રહી શકશે.દક્ષિણ આફ્રિકા હાલમાં કોરોના એલર્ટના સૌથી નીચલા સ્તર પર છે. ગુરુવારે કેબિનેટની બેઠક બાદ સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તમામ સ્થિતિ અને સંકેતોને જોઈને કહી શકાય કે હવે દેશમાં ચોથી લહેરની પીક સમાપ્ત થઈ ગઈ છે.

- Advertisement -

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા સપ્તાહમાં એના આગળના સપ્તાહ કરતાં નોધાયેલા નવા કેસમાં 29.7 ટકાનો ઘટાડો જોવા મળ્યા છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ કેસ 35 લાખ અને 91 હજાર લોકોનાં મોત થયાં છે. આફ્રિકામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ દક્ષિણ આફ્રિકા જ છે. અમેરિકામાં કોરોનાં અને ઓમિક્રોનનાં વધતાં કેસની અસર હવાઈસેવા પર પણ પડી રહી છે. ગુરુવારે રાત્રે જાહેર કરાયેલા ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ એક હજાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એરલાઈન્સ કંપનીઓની પાસે સ્ટાફમાં પણ ઘટાડો જણાઈ રહ્યો છે. જો કે, હિમવર્ષા અને ખરાબ હવામાન પણ ફ્લાઈટ રદ કરવાનું કારણ છે. શુક્રવારે પણ 500 ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાની આશંકા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular