જામનગર શહેરમાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી જીટીપીએલ કંપનીનું ઓપ્લીકલ લાઈન ટર્મિનલ ડીવાઈઝ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચેશ્વરટાવર રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમર્શિયલ કોમ્પલેક્ષની છત ઉપર લગાડેલું જીટીપીએલ કંપનીનું રૂા.3,04,000 ની કિંમતનું ઓપ્લીકલ લાઈન ટર્મિનલ ડીવાઈઝ કંપનીએ જુલાઈ મહિનામાં ખરીદ કરી છત ઉપર લગાડયું હતું. આ લાખોનું ડિવાઇઝ અજાણ્યા તસ્કરો ગુરૂવારની રાત્રિના સમયે ચોરી કરી ગયા હતાં. આ અંગે જીટીપીએલના કર્મચાર રિઝવાન બ્લોચ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.