Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વેપારી વૃધ્ધનો દેવુ વધી જતાં આપઘાત

જામનગર શહેરમાં વેપારી વૃધ્ધનો દેવુ વધી જતાં આપઘાત

ઝેરી દવા ગટગટાવી : જી.જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : રણજીતનગરમાં સીડી પરથી પટકાતા યુવાનનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા વેપારી વૃધ્ધને તેના વ્યવસાયમાં દેવુ વધી જવાથી ચિંતામાં તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતો યુવાન સીડી ઉતરતા સમયે અકસ્માતે ખાડામાં પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7 માં આવેલા કેવીન ટેનામેન્ટમાં રહેતાં મનહરભાઈ ઓધવજીભાઈ ધધડા (ઉ.વ.60) નામના સોની વેપારી વૃધ્ધને તેના વ્યવસાયમાં દેવુ વધી જવાથી ચિંતામાં રહેતાં હતાં અને આ ચિંતામાં સોમવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની હેતલબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં અશોક સમ્રાટનગરની બાજુના વિસ્તારમાં રહેતા ભરત કરશનભાઈ માડમ (ઉ.વ.27) નામનો યુવાન સોમવારે બપોરના સમયે પટેલ સમાજ નજીક રણજીતનગર વિસ્તારમાં આવેલા નિલેશભાઈના મકાનમાં સીડી ઉતરતો હતો તે દરમિયાન અકસ્માતે પટકાતા નીચે ખાડામાં પડતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જગદીશ પ્રસાદ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular