Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં વૃધ્ધાની સોનાની બંગડી સેરવી જતા ગઠિયા

દ્વારકામાં વૃધ્ધાની સોનાની બંગડી સેરવી જતા ગઠિયા

દ્વારકામાં જલારામ સોસાયટીમાં રહેતા વૃદ્ધા ભથાણ ચોકમાંથી રીક્ષામાં બેસી જતા હતા ત્યારે રિક્ષામાં બેસેલા અજાણ્યા શખ્સે વૃદ્ધાના હાથમાં પહેરેલી સોનાની બંગડી તફડાવીને લઇ ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દ્વારકામાં આવેલી જલારામ સોસાયટી ખાતે રહેતા પાર્વતીબેન છગનલાલ ગોહેલ (ઉ.વ.71) નામના વૃદ્ધા ગત્ તારીખ 20ના રોજ સવારના સમયે ભથાણ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના હાથમાં પહેરેલી રૂપિયા 45,000ની કિંમતની સોનાની બંગડી એક રીક્ષામાં વચ્ચેની સીટ પર બેઠેલો અને બ્લુ શર્ટ પહેરેલો અજાણ્યો શખ્સ તફડાવીને લઈ ગયો હતો. આ અંગે દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular