જામનગર શહેરના ઇન્દીરા ગાંધી કોલોનીમાં રહેતા વૃધ્ધ નાગનાથ ગેઇટ પાસેથી જતા હતા તે દરમ્યાન ગટરની કેનાલમાં કોઇ કારણસર પડી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઇન્દીરા ગાંધી કોલોની શેરી નં.2માં રહેતા છગનભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.68) નામના વૃધ્ધ ગત તા.19ના રોજ રાત્રિના સમયે નાગનાથ ગેઇટ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન કોઇ કારણસર ગટરની કેનાલમાં પડી જતાં શરીરે તથા માથામાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પ્રવીણભાઇ પરમાર દ્વારા જાણ કરાતા હે.કો. પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.