છેલ્લા કેટલાક સપ્તાહમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના અનેક બનાવો નોંધાયા છે. આવી જ એક ઘટના તેલંગાણા માંથી સામે આવી છે. જ્યાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટવાથી રૂમમાં સૂઈ રહેલા 80 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં પરિવારના અન્ય સભ્યોને ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું કે સ્કૂટરમાં ચાર્જિંગ દરમિયાન આગ લાગી અને પછી અચાનક વિસ્ફોટ થયો. પોલીસે સ્કૂટર બનાવનારી કંપની વિરુદ્ધ FIR નોંધી છે.
ઇ-સ્કૂટરની બેટરીમાં વિસ્ફોટની ઘટના બુધવારે તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં બની હતી. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 80 વર્ષીય બી રામાસ્વામીના પુત્ર પ્રકાશ રામાસ્વામી છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. લગભગ 12.30 વાગ્યે પ્રકાશે સ્કૂટરમાંથી બેટરી કાઢી અને ચાર્જિંગ માટે રાખી હતી. તેના માતા-પિતા અને પુત્ર સુતા હતા ત્યારે તેની નજીકમાં ચર્જીગમાં રાખેલી બેટરીમાં સવારે 4 વાગ્યાની આસપાસ બેટરીમાં વિસ્ફોટ થયો હતો. અને ત્રણે લોકો ઈજાગ્રસ્તથયા હતા. જ્યાં તેમના પિતાનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બાદમાં મૃતકના પુત્ર પ્રકાશે પોલીસ ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીના ઉત્પાદક વિરુધ ગુન્હો નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનની બેટરીનું ઉત્પાદન કરતી વખતે યોગ્ય ધોરણોનું પાલન કરવામાં નથી આવ્યું. જેના કારણે અમારા પરિવારે આ દુર્ઘટનાનો શિકાર બનવુ પડ્યું છે. માટે તેમના વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.